Skip to main content

Posts

Showing posts from March, 2024

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

         Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિવાય પણ નામી અનામી વ્યક્તિઓએ યોગદાન આપ્યું હતુ

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.  અંજલિ રમેશચંદ્ર કુશવાહાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી તેણીએ ધોરણ-1 થી 8નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. છૂટક મજૂરી કરતા રમેશભાઈને અંજલી સાથે 5 દીકરી છે પણ છતાં દરેક દીકરીને વિકસવાની પૂરેપૂરી તક આ પિતાએ આપી છે. વર્ષ 2012-13થી છાપરા શાળામાં શરૂ થયેલા કરાટે ક્લાસીસમાં તે જોડાઈ હતી. તે ધોરણ 4માં અભ્યાસ કરતી હતી.  તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની પરીક્ષા આપીને B.Com. શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેણીના વિવાહ થઈ ગયા હતાં, છતાંય આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી અને Indian Navy CBT Entrance Test પાસ કરી.  NMMSના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે આ સિદ્ધિ આપવામાં મોટો ભાગ ભજવ્યો હોવાનું તેણીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું. Navy Sailor તરીકે ભરતીમાં મહિલાઓ માટે ૬૦ વેકેન્સી હતી જેમાં તેમણે ઓલ ઇન્ડિયામાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ (૧૬૦૦ મીટર ર